RR vs CSK Playing XI & Pitch Report: IPL 2023માં ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળની રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે બંને ટીમો વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી શકે છે.






આંકડા દર્શાવે છે કે રાજસ્થાન રોયલ્સ પર ચેન્નઈ સુપર કિંગ્સનો દબદબો છે. ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 15 મેચમાં હરાવ્યું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 13 વખત જીત મેળવી છે. ચેન્નઈ સુપર કિંગ્સના ફોર્મને જોતા રાજસ્થાન રોયલ્સને તે હરાવી શકે છે.


રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ જો આ વિકેટની વાત કરીએ તો તે બોલરોની સાથે સાથે બેટ્સમેન માટે પણ અનુકૂળ છે. અહીં બેટ્સમેન સરળતાથી રન બનાવે છે, જ્યારે બોલરોને સારી લાઇન અને લેન્થનો ફાયદો મળે છે. જો કે, આ પીચ પર રન બનાવવા માટે બેટ્સમેનોએ વિકેટ પર સમય પસાર કરવો પડશે. ઉપરાંત સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુરની પીચ સ્પિનરોને મદદ કરે છે. આ સાથે સવાઈ માનસિંહ સ્ટેડિયમની બાઉન્ડ્રી પણ મોટી છે.


ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન


ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), મથીષા પથિરાના, તુષાર દેશપાંડે અને મહેશ તિક્ષ્ણા


રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન


જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ


 


IPL 2023: KKR વિરુદ્ધ મળેલી હારથી નિરાશ આરસીબી કેપ્ટન વિરાટ કોહલી, મેચ બાદ જણાવ્યું શું થઇ ભૂલ?


Virat Kohli Reaction: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 21 રનથી હાર મળી હતી. વિરાટ કોહલીની ટીમને મેચ જીતવા માટે 201 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 20 ઓવરમાં 8 વિકેટે 179 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલીએ 37 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી જ્યારે મહિપાલ લોમરોરે 18 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. જો કે આ હાર પર વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.


આ મેચ પર વિરાટ કોહલીએ શું કહ્યું?