RR vs DC Score Live: રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 57 રનથી હરાવ્યું, ચહલ અને બોલ્ટની ત્રણ-ત્રણ વિકેટ

આ મેચ ગુવાહાટીમાં રમાશે. રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી.

gujarati.abplive.com Last Updated: 08 Apr 2023 07:28 PM
રાજસ્થાને દિલ્હી સામે શાનદાર જીત નોંધાવી

રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 57 રનથી હરાવ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 142 રન બનાવી શકી હતી. આ દરમિયાન ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી. રાજસ્થાન તરફથી જોસ બટલર, યશસ્વી જયસ્વાલ અને હેટમાયરએ શાનદાર બેટિંગ કરી હતી.

દિલ્હીએ ચોથી વિકેટ ગુમાવી

દિલ્હીની ટીમની ચોથી વિકેટ 100 રનના સ્કોર પર પડી છે. લલિત યાદવ 24 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

લલિત યાદવ અને ડેવિડ વોર્નર વચ્ચે અડધી સદીની ભાગીદારી

લલિત યાદવ અને ડેવિડ વોર્નર વચ્ચે અડધી સદીની ભાગીદારી છે.

દિલ્હીએ ત્રીજી વિકેટ ગુમાવી

દિલ્હી કેપિટલ્સની ત્રીજી વિકેટ 36 રનના સ્કોર પર પડી હતી. રિલે રુસો 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગયો છે. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. રવિચંદ્રન અશ્વિને તેને યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 

રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 200 રનનો ટાર્ગેટ આપ્યો

પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ સામે 200 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાન તરફથી જોસ બટલરે સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. આ સાથે જ યશસ્વી જયસ્વાલે 60 રનની ઇનિંગ રમી હતી. અંતે શિમરોન હેટમાયરે ઝડપી 39 રન બનાવ્યા અને તેની ટીમનો સ્કોર ચાર વિકેટે 199 રન પર પહોંચાડ્યો હતો. દિલ્હી તરફથી મુકેશ કુમારે બે વિકેટ ઝડપી હતી.  કુલદીપ યાદવ અને રોવમેન પોવેલને એક-એક વિકેટ મળી હતી.

રાજસ્થાને ચોથી વિકેટ ગુમાવી 

રાજસ્થાન રોયલ્સની ચોથી વિકેટ 175 રનના સ્કોર પર પડી હતી. જોસ બટલર 51 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.

જોસ બટલરની અડધી સદી

જોસ બટલરની અડધી સદી પૂરી થઈ ગઈ છે. તેણે 32 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા. બટલરે અત્યાર સુધી પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે.

રાજસ્થાન રોયલ્સે બીજી વિકેટ  ગુમાવી

રાજસ્થાન રોયલ્સ ટીમની બીજી વિકેટ 103 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન સંજુ સેમસન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો છે. તેને કુલદીપ યાદવે આઉટ કર્યો હતો. 

યશસ્વી જયસ્વાલની અડધી સદી

યશસ્વી જયસ્વાલે 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે પોતાની ઇનિંગમાં અત્યાર સુધી 11 ચોગ્ગા ફટકાર્યા છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે રાજસ્થાનની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 80 રનનો આંકડો પાર કરી લીધો હતો.

રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50 રનને પાર

રાજસ્થાન રોયલ્સે આક્રમક શરૂઆત કરી છે. એક પણ વિકેટ ગુમાવ્યા વિના રાજસ્થાન રોયલ્સે છ ઓવરમાં 68 રન બનાવી લીધા છે. 

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

 ડેવિડ વોર્નર, મનીષ પાંડે, રિલે રોસો, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, એનરિચ નોર્ખિયા, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

 જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન , રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ ઝુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

બ્રેકગ્રાઉન્ડ

Rajasthan Royals vs Delhi Capitals Live Score Update: IPL 2023 ની 11મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ ગુવાહાટીમાં રમાશે. રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. તેણે પોતાની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું. જો કે આ પછી રાજસ્થાનને પંજાબ કિંગ્સ સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ બે મેચ રમી છે અને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે ગુવાહાટીમાં રમાયેલી મેચ રસપ્રદ બની શકે છે.


રાજસ્થાને છેલ્લી મેચ ગુવાહાટીમાં રમી હતી અને ફરી એકવાર ટીમ આ મેદાન પર ઉતરશે. છેલ્લી મેચ રોમાંચક રહી હતી. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 7 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. જોકે તેઓ જીતી શક્યા ન હતા. હેટમાયરે 18 બોલમાં 36 અને ધ્રુવે 15 બોલમાં 32 રન બનાવ્યા હતા. સેમસને 45 રન બનાવ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.