Trent Boult Record Rajasthan Royals IPL 2022: IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટ્રેન્ટ બોલ્ટે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બોલ્ટ IPL મેચોની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આવું કરનાર તે પ્રથમ વિદેશી બોલર બન્યો છે. બોલ્ટે IPL મેચોની પ્રથમ ઓવરમાં કુલ 15 વિકેટ ઝડપી છે.


પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર જોસ બટલરે 56 બોલમાં 89 રન બનાવ્યા હતા. બટલરે આ ઇનિંગમાં 12 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જેના જવાબમાં ગુજરાતની ટીમ બેટિંગ કરી રહી છે. ગુજરાતની બેટિંગ દરમિયાન બોલ્ટે રિદ્ધિમાન સાહાને શૂન્ય પર આઉટ કર્યો હતો. આ વિકેટ સાથે ટ્રેન્ટ બોલ્ટે આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


IPL મેચોની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં ટ્રેન્ટ બોલ્ટ બીજા સ્થાને પહોંચી ગયો છે. બોલ્ટે આ મામલે ઝહીર ખાન અને સંદીપ શર્માને પાછળ છોડી દીધા છે. પ્રથમ ઓવરમાં ઝહીરે 12 અને સંદીપે 13 વિકેટ ઝડપી છે. જ્યારે બોલ્ટે IPL મેચોની પ્રથમ ઓવરમાં 15 વિકેટ ઝડપી છે. તે પ્રવીણ કુમાર સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. આ યાદીમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલર ભુવનેશ્વર કુમાર પ્રથમ સ્થાને છે. ભુવીએ આઈપીએલની પ્રથમ ઓવર્સમાં કુલ 20 વિકેટ લીધી છે.


આ પણ વાંચોઃ


GT vs RR: રાજસ્થાનની ઈનિંગનો છેલ્લો બોલ બંને ટીમોને ભારે પડ્યો, રનની સાથે વિકેટો પણ પડી


GT vs RR: રાજસ્થાન રોયલ્સે ગુજરાતને આપ્યો 189 રનનો ટાર્ગેટ, બટલરના 89 રનની ઈનિંગે બાજી પલટી


Video: ટોક્યોમાં ક્વોડની બેઠક દરમિયાન જાપાની એરસ્પેસ નજીકથી પસાર થયાં ચીન અને રશિયાના ફાઈટર પ્લેન