RR vs PBKS Live Telecast: IPLમાં આજે (5 એપ્રિલ) રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે ટક્કર થશે. રાજસ્થાન રૉયલ્સની કેપ્ટનશીપ સંજૂ સેમસનના હાથોમાં છે. વળી, પંજાબની કમાન આ વખતે અનુભવી બેટ્સમેન શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી છે. આ બન્ને કેપ્ટનો પોત પોતાની ટીમોને આ સિઝનની પહેલી મેચ જીતાડી ચૂક્યા છે.
રાજસ્થાન રૉયલ્સે IPL 2023ની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રનથી માત આપી હતી. વળી, પંજાબ કિંગ્સે પોતાની પહેલી મેચ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 7 રનથી જીતી હતી. પોતાની ગઇ મેચની આ વિજેતા ટીમો આમને સામને ટકરાશે.
ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?
રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આ આજની મેચ (5 એપ્રિલ) સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આજની મેચ ગૌવાહાટીના કે બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ તમે જિઓ સિનેમા એપ પર જોઇ શકશો. આમાં તમને અહીં અલગ-અલગ ભારતીય ભાષાઓમાં કૉમેન્ટ્રીનો ઓપ્શન મળશે. ઉલ્લેખનીય છે કે, જિઓ સિનેમાં એપ પર તમે ફ્રીમાં આઇપીએલની મેચો જોઇ શકશો.
કેવો હશે મેચનો રોમાંચ ?
આ મેચમાં પંજાબ કિંગ્સના ફાસ્ટ બૉલિંગ આક્રમણ અને રાજસ્થાન રૉયલ્સની બેટિંગની વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળશે, પંજાબ ટીમની પાસે સેમ કરન, કગિસો રાબાડા, અને અર્શદીપ સિંહ જોવા લાજવાબ ફાસ્ટ બૉલરો છે. વળી, રાજસ્થાનની ટીમ પાસે ટૉપ ઓર્ડરમાં જૉસ બટલર, યશસ્વી જાયસ્વાલ, તો મીડલ ઓર્ડરમાં સંજૂ સેમસન અને શિમરૉન હેટમાયર જેવા વિસ્ફોટક બેટ્સમેનો છે. આવામાં બૉલ અને બેટ બન્નેથી આ મેચ રોમાંચક બની જશે.