IPL 2025 Mega Auction: IPL 2025માં ઘણા મોટા ધમાકા જોવા મળી શકે છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા યોજાનારી મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ એક ટીમમાંથી બીજી ટીમમાં જતા જોવા મળશે. આ સિવાય હરાજીમાં એવા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થતો જોવા મળી શકે છે, જેમને IPL 2024ની મીની ઓક્શનમાં કોઈએ ખરીદ્યા ન હતા.
1- સરફરાઝ ખાન
ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાન કદાચ આ યાદીમાં ટોચના સ્થાને રહેવાને લાયક છે. સરફરાઝ 2024 IPLમાં 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે આવ્યો હતો, પરંતુ તેને કોઈ ટીમે ખરીદ્યો ન હતો. જો કે, આ વખતે એટલે કે IPL 2025ની મેગા હરાજીમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમના પર પૈસાનો વરસાદ થશે.
2- સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ, જે IPL 2024માં વેચાયા ન હતા, 2025ની IPL મેગા ઓક્શનમાં પૈસાનો વરસાદ થઈ શકે છે. આવી આશા એટલા માટે રાખવામાં આવી રહી છે કારણ કે તેની કેપ્ટનશિપમાં સ્મિથે 2024 મેજર લીગ T20માં વોશિંગ્ટન ફ્રીડમને ચેમ્પિયન બનાવ્યું હતું. કેપ્ટનશિપની સાથે સ્મિથે બેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને ટૂર્નામેન્ટની 9 મેચોની 9 ઇનિંગ્સમાં બેટિંગ કરી અને 56.00ની એવરેજ અને 148.67ની સ્ટ્રાઇક રેટથી 336 રન બનાવ્યા. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર તે સંયુક્ત બીજો બેટ્સમેન હતો.
3- જોશ ઇંગ્લીસ
ઓસ્ટ્રેલિયાના શાનદાર વિકેટ કીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસને પણ IPL 2024માં કોઈ ખરીદનાર મળ્યો નથી. તે 2 કરોડ રૂપિયાની મૂળ કિંમત સાથે હરાજીમાં આવ્યો હતો. જો કે આ વખતે તેમના પર પૈસાનો વરસાદ થવાની આશા છે.
4- તબરેઝ શમ્સી
દક્ષિણ આફ્રિકાના સ્ટાર સ્પિનર તબરેઝ શમ્સીને પણ IPL 2024માં કોઈ ટીમે સામેલ કર્યો ન હતો. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. જોકે આ વખતે તેને સારી બોલી લાગી શકે છે.
આ વખતે આઇપીએલ 2025માં ઘણા બદલાવો જોવા મળી શકે છે. આ વખતે નિયમોમાં બદલાવને લઈને પણ ઘણા સમાચારો ચર્ચામાં છે. જેમાં પ્લેયરોના રિટેન કરવાને લઈને ચર્ચાઓ સામે આવી રહી છે.