નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય બેટ્સમેન શિખર ધવન પંજાબ તરફથી રમ્યો હતો. જ્યારે શિખર ધવન આઇપીએલની સીઝન પૂર્ણ કર્યા બાદ ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાના ગુસ્સાનો તેને સામનો કરવો પડ્યો હતો. ધવનના પિતાએ પહેલા તેને થપ્પડ મારી અને પછી તેને જમીન પટક્યો હતો. ભારતીય ક્રિકેટરે તેની અગ્નિપરીક્ષાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.






જોકે ધવનના ફેન્સે ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં આ એક કોમેડી વીડિયો હતો અને બધુ મજાકમાં કરવામાં આવ્યું હતું. શિખર ધવને શેર કરેલો વીડિયો એક મજાકનો ભાગ હતો. જેમાં તેઓ એક્ટિંગ કરી રહ્યા હતા.


ખેર, ગભરાવાની જરૂર નથી કારણ કે આ બધું મજાકમાં ચાલતું હતું. વાસ્તવમાં, શિખર ધવને શેર કરેલો વિડિયો માત્ર એક મજાનો ભાગ છે, જેમાં તેના આખા પરિવારે અભિનય કર્યો છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતો શિખર ધવન ભૂતકાળમાં ઈન્સ્ટાગ્રામ પર આવા કોમેડી વીડિયો અપલોડ કરતો રહ્યો છે.


ટી20 ટીમમાંથી પણ બહાર


IPL બાદ ભારતે દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચોની T20 શ્રેણી રમવાની છે. શિખર ધવનને 9 જૂનથી શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. અગાઉ એવી ચર્ચા હતી કે તેને કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ કેએલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.


શિખર ધવન માટે આ સીઝન સારી રહી છે. તેણે આઇપીએલમાં 14 મેચમાં 122.74ના સ્ટ્રાઈક રેટથી કુલ 460 રન બનાવ્યા. શિખર ધવનનો હાઇએસ્ટ સ્કોર અણનમ 88 રન રહ્યો હતો. IPLની 15મી સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ધવન છઠ્ઠા નંબર પર છે.