Sunrisers Hyderabad vs Lucknow Super Giants, IPL 2023 Live: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની 58મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટક્કર જોવા મળી શકે છે. હૈદરાબાદ અને લખનઉની ટીમો આ સીઝનમાં બીજી વખત આમને-સામને થશે. છેલ્લી મેચમાં હૈદરાબાદને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉએ શાનદાર જીત નોંધાવી હતી. પરંતુ આ મેચમાં હૈદરાબાદના ખેલાડીઓ વિજય નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. તેણે અત્યાર સુધી 10 મેચ રમી છે. આ દરમિયાન તેણે 4 જીત મેળવી છે. જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અદીન માર્કરામની કપ્તાનીવાળી હૈદરાબાદને છેલ્લી મેચમાં લખનઉએ હાર આપી હતી. પરંતુ આજની મેચમાં હૈદરાબાદના ખેલાડીઓ જોરદાર ટક્કર આપી શકે છે. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. અનમોપ્રીત સિંહને તક આપવામાં આવી શકે છે.