Stephen Fleming On MS Dhoni: ભારતમાં અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન ચાલી રહી છે, ફરી એકવાર આઇપીએલની વચ્ચે શાનદાર કેપ્ટન અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને લઇને રિટાયરમેન્ટની વાતોએ જોર પકડ્યુ હતુ. જોકે હવે આ મામલે ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કૉચ સ્ટીફન ફ્લેમિંગે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે.
સ્ટીફન ફ્લેમિંગે એમએસ ધોની વિશે બિગ સ્ટેટમેન્ટ આપ્યું છે. CSKના મુખ્ય કૉચે એવા તમામ રિપોર્ટ્સને ફગાવી દીધા છે કે, જેમાં ધોની IPL 2023 પછી નિવૃત્તિ લેવાની વાત કહેવામાં આવી રહી છે. સ્ટીફન ફ્લેમિંગે ધોનીના સન્યાસ પર તમામ વાગોને વખોડી કાઢી છે. ફ્લેમિંગના જણાવ્યા અનુસાર, 'એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે કોઈ સંકેત આપ્યો નથી'. ચેન્નાઈના મુખ્ય કૉચને આશા છે કે ધોની IPL 2023 પછી નિવૃત્ત નહીં થાય. હાલમાં ક્રિકેટ જગતમાં ધોનીની નિવૃત્તિની ચર્ચાએ જોર પકડ્યુ છે. મોટાભાગના લોકોનું માનવું છે કે ધોની તેની IPL કરિયરની છેલ્લી સિઝન રમી રહ્યો છે, આ પછી તે નિવૃત્તિ લઇ લેશે.
ધોનીએ નથી આપ્યા કોઇ સંકેત -
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કૉચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું,- "41 વર્ષીય ધોનીએ CSK ડ્રેસિંગ રૂમમાં નિવૃત્તિ વિશે કશું કહ્યું નથી". જોકે ધોનીએ પોતાની નિવૃત્તિ વિશે ખુબ જ નાની વાત કરી હતી. ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ બાદ ધોનીએ કહ્યું હતું કે ચાહકો તેને પીળા ડ્રેસમાં વિદાય આપવા આવ્યા હશે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા સ્ટીફન ફ્લેમિંગે કહ્યું, 'ધોનીએ નિવૃત્તિ અંગે કોઈ સંકેત આપ્યા નથી'.
શાનદાર ફોર્મમાં છે ધોની -
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે. IPL 2023માં તે 200થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. આ સિઝનમાં ધોનીએ 9 મેચની 6 ઇનિંગ્સમાં 74 રન ફટકારી દીધા છે. વળી, 5 વખત નૉટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કૉર અણનમ 32 રન હતો. તેને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીનો સ્ટ્રાઈક રેટ 211.42 રહ્યો છે.