Under-19 Players in IPL Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ સિઝન માટે 23 ડિસેમ્બર, 2022 એ કોચ્ચીમાં ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આઇપીએલ હંમેશા યુવા ખેલાડીઓ માટે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ રહ્યું છે. આ વખતે પણ આઇપીએલમાં યુવા ખેલાડીઓ પર સારી બોલી લાગી શકે છે. ખરેખરમાં ભારતને અંડર 19 વર્લ્ડકપ જીતાડનારા ત્રણ સ્ટાર ખેલાડીઓ પર આ વખતે આઇપીએલ ઓક્શનમાં મોટી બોલીઓ લાગી શકે છે. જાણો કોણ છે આ ત્રણ સ્ટાર પ્લેયર્સ.....
અંડર-19ના ત્રણ યુવા સ્ટાર ખેલાડીઓ -
રવિ કુમાર -
ડાબોડી ફાસ્ટ બૉલર રવિ કુમારે અંડર 19 વર્લ્ડકપમાં શાનદાર કર્યુ હતુ, તેને વર્લ્ડકપની 6 મેચોમાં 10 વિકેટો ઝડપી હતી. ખાસ વાત છે કે તેને વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 4 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. આ યુવા ખેલાડી પર મોટી ફ્રેન્ચાઇઝી બોલીઓ લગાવી શકે છે.
શેખ રશીદ -
ભારત માટે અંડર 19 વર્લ્ડક્પમાં શેર રશીદની બેટિંગ ખુબ થઇ. તેને વર્લ્ડકપમાં 50.25ની એવરેજથી 201 રન બનાવ્યા હતા. તેને ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફિફ્ટી ફટકારી હતી. વળી, સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 94 રનોની ઇનિંગ રમી હતી. તેની બેટિંગે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ યુવા પર પણ આ આઇપીએલ ઓક્શનમાં નજર રહેશે.
નિશાંત સિંધુ -
ટીમ ઇન્ડિયાના યૂવા ઓલરાઉન્ડર નિશાંત સિંધુનું અંડર 19 વર્લ્ડકપમાં કમાલનુ પ્રદર્શન રહ્યું હતુ. તેને 5 મેચોમાં 140 રન બનાવ્યા હતા, અને 6 વિકેટો પણ પોતાના નામે કરી હતી. નિશાંતે ફાઇનલ મેચમાં પણ કમાલની બેટિંગ કરતા ઇંગ્લેન્ડ વિરુદ્ધ 50 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. આઇપીએલમાં ઓલરાઉન્ડરને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, આવામાં આ યુવા ખેલાડી પર મોટી બોલી લાગી શકે છે.
IPL 2023: આઇપીએલમાં નહીં દેખાય આ ત્રણ દિગ્ગજોને જલવો, ઓક્શનમાં નથી આપ્યુ નામ
બ્રાવોએ નથી આપ્યુ નામ -
વેસ્ટ ઇન્ડિઝનો મહાન પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો દરેક સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી મેદાનમાં ઉતરતો હતો, પરંતુ આ વખતે તેને ઓક્શન પહેલા સીએસકેએ રિલીઝ કરી દીધો હતો, હવે તેને મિની ઓક્શન માટે પોતાનુ નામ નથી રજિસ્ટર્ડ કરાવ્યુ.
માર્નશ લાબુશાને અને સ્ટીવ સ્મિથ બહાર -
ડ્વેન બ્રાવો ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ ક્રિકેટરો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બેટ્સમેન માર્નશ લાબુશાને આઇપીએલ 2023માં રમતા નહીં દેખાય. આ બન્ને ખેલાડીઓએ આઇપીએલ રમવા માટે પોતાનુ નામ નથી રજિસ્ટર કરાવ્યુ. મિની ઓક્શનમાંથી આ બન્ને ખેલાડીઓ ખસી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ બન્ને સ્ટાર્સ આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં નહતા વેચાયા, હાલમાં બન્ને કમાલના ફોર્મમાં ચાલી રહ્યાં છે. બન્નેએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં ડબલ સેન્ચૂરી ફટકારીને ધમાલ મચાવી દીધી છે.