IPL Cheerleaders Salary: IPL મેચોમાં તમે ઘણી વખત ચીયર લીડર્સને જોઈ હશે. આઈપીએલ મેચોમાં, પોતપોતાની ટીમના બેટ્સમેન છગ્ગા અને ચોગ્ગા ફટકારે છે અને બોલરો વિકેટ લે છે પછી ચીયરલીડર્સ ડાન્સ કરતી જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આઈપીએલ મેચોમાં ચીયરલીડર્સને કેટલા પૈસા મળે છે ? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLની અલગ-અલગ ટીમની ચીયર લીડર્સને અલગ-અલગ પગાર મળે છે. પરંતુ આઈપીએલ મેચોમાં ચીયરલીડર્સને સરેરાશ 14000 થી 17000 રૂપિયા મળે છે.


કોલકાતા નાઈટ રાઈડર્સના ચીયર લીડર્સ સૌથી ધનિક છે...


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમો ચીયર લીડર્સને પ્રતિ મેચ 20 હજાર રૂપિયા ચૂકવે છે. જ્યારે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ચીયર લીડર્સને મેચ દીઠ લગભગ 24 હજાર રૂપિયા ચૂકવે છે.  ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની ટીમો ચીયર લીડર્સને લગભગ 12 હજાર રૂપિયા પ્રતિ મેચ ચૂકવે છે. આ રીતે કોલકાતા નાઈટ રાઈડર્સ તેના ચીયર લીડર્સને સૌથી વધુ રકમ ચૂકવે છે.


IPL ચીયરલીડર્સની પસંદગી કયા આધારે કરવામાં આવે છે?


જો કે, IPL મેચોમાં ફિક્સ પગાર સિવાય ચીયરલીડર્સને પ્રદર્શનના આધારે બોનસ પણ મળે છે. વાસ્તવમાં, જ્યારે ટીમો જીતે છે ત્યારે સંબંધિત ચીયરલીડર્સને બોનસ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત આ ચીયરલીડર્સને રહેવાની સારી જગ્યા અને ખાવા જેવી અન્ય સુવિધાઓ પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે IPL ચીયરલીડર બનવું આસાન નથી ? આ ચીયરલીડર્સની પસંદગી અનેક ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવે છે. આ સિવાય ચીયરલીડર્સ પાસે ડાન્સિંગ, મોડલિંગ અને મોટી ભીડની સામે પ્રેઝન્ટેશનનો અનુભવ હોવો જોઈએ. જોકે, ચીયરલીડર્સની પસંદગી આ તમામ લાયકાતના આધારે કરવામાં આવે છે. 


આઈપીએલમાં દર મેચ પ્રમાણે ચીયરલીડર્સને સેલેરી આપવામાં આવતી હોય છે. કોઈ ખેલાડી ચોગ્ગા કે છગ્ગા ફટકારે છે અથવા વિકેટ લે છે ત્યારે બાઉન્ડ્રીની બીજી બાજુના ચીયરલીડર્સ પોતાની ટીમનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે. ટીમ અને ખેલાડીઓનો ઉત્સાહ ચીયરલીડર્સ વધારે છે.  આઈપીએલના બ્રેકગ્રાઉન્ડમાં એન્ટરટેન્મેન્ટ કરનારી ચીયર લીડર્સ પણ હોય છે. કોરોનાકાળમાં ચીયર લીડર્સની નો એન્ટ્રી હતી.આઈપીએલમાં દર મેચ પ્રમાણે ચીયરલીડર્સને સેલેરી આપવામાં આવતી હોય છે.