આ પહેલા હૈદરાબાદે ટોસ જીતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાના ઘરેલૂ મેદાન પર દિલ્હીની આ ત્રીજી મેચ છે. ફિરોઝ શાહ કોટલા મેદાન પર દિલ્હીને 1 જીત મળી છે અને 1માં હાર મળી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સુપર ઑવર્સમાં દિલ્હીએ જીત મેળવી હતી.
બીજી તરફ હૈદરાબાદને 3 મેચમાંથી 2 જીત મળી છે અને એક હારનો સામનો કરવો પડ્યો છે. તેણે કોલકાતા અને બેંગલોરને પરાજય આપ્યો છે. હૈદરાબાદની ટીમ ઘણી મજબૂત જોવા મળી રહી છે. હૈદરાબાદનાં ઑપનર ડેવિડ વૉર્નર અને જોની બેયરસ્ટો શાનદાર ફૉર્મમાં છે. બંનેએ ગત મેચમાં સદી ફટકારી હતી. તો દિલ્હીમાં પૃથ્વી શૉ, ધવન અને ઋષભ પંત પણ સારા ફૉર્મમાં છે.