પંજાબે અત્યાર સુધીમાં પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે તો બે મેચમાં તેમની હાર થઈ છે. હૈદરાબાદની પણ પાંચ મેચમાંથી ત્રણમાં જીત થઈ છે, તો બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. નેટ રન રેટની વાત કરવામાં આવે તો હૈદરાબાદ આગળ છે.
KXIP vs SRH: હૈદરાબાદે પંજાબને આપ્યો 151 રનનો લક્ષ્યાંક, વોર્નરના અણનમ 70 રન
abpasmita.in
Updated at:
08 Apr 2019 07:45 PM (IST)
મોહાલી: આઈપીએલમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે.
NEXT
PREV
મોહાલી: ડેવિડ વોર્નરના 70 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 4 વિકેટે 150 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સની શરૂઆત નબળી અને ધીમી રહી હતી. પંજાબને જીતવા માટે 151 રનનો પડકાર મળ્યો છે. વિજય શંકરે 26 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નરે62 બોલમાં 70 રન અને દિપક હુડ્ડાએ 3 બોલમાં 14 રન ફટકારી નોટ આઉટ રહ્યા હતા. પંજાબ તરફથી અશ્વિન, શમી અને રહેમાનને 1-1 વિકેટ મળી હતી.
પંજાબે અત્યાર સુધીમાં પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે તો બે મેચમાં તેમની હાર થઈ છે. હૈદરાબાદની પણ પાંચ મેચમાંથી ત્રણમાં જીત થઈ છે, તો બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. નેટ રન રેટની વાત કરવામાં આવે તો હૈદરાબાદ આગળ છે.
પંજાબે અત્યાર સુધીમાં પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે તો બે મેચમાં તેમની હાર થઈ છે. હૈદરાબાદની પણ પાંચ મેચમાંથી ત્રણમાં જીત થઈ છે, તો બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. નેટ રન રેટની વાત કરવામાં આવે તો હૈદરાબાદ આગળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -