Iran Soccer Team Threatened: કતારમાં ફિફા વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ટુર્નામેન્ટની ઘણી મેચો પણ યોજાઈ ચુકી છે. જો કે, આ વર્ષનો ફિફા કપ કેટલીક ટીમો માટે રોલર કોસ્ટર રાઈડ જેવો રહ્યો છે. જેમાંની એક ટીમ ઈરાનની પણ છે. ઈરાનની ફૂટબોલ ટીમમાં બધુ ઓલ ઈઝ વેલ નથી. હવે ઈરાનને લઈને એવા અહેવાલ સામે આવ્યા છે કે, જેણે સૌકોઈને ચોંકાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈરાનની સરકારે વર્લ્ડકપ ટીમના ખેલાડીઓના પરિવારોને જેલ અને યાતનાની ધમકી આપી છે. 


આમ હોવા પાછળનું કારણ છે ખેલાડીઓની વર્તણૂક છે. અમેરિકા સામેની મેચમાં ખેલાડીઓને સારું વર્તન રાખવા માટે કહેવામાં આવ્યું છે.


રાષ્ટ્રગીત ગાવાનો ઈનકાર


21 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામેની પ્રારંભીક મેચમાં ઈરાનના ખેલાડીઓએ રાષ્ટ્રગીત ગાવાનો ઈન્કાર કરી દીધો હતો. પ્રકાશિત અહેવાલ અનુસાર, સૂત્રએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ ખેલાડીઓને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના સભ્યો સાથે બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું હતું કે, તેમને કહી દેવામાં આવ્યું હતું કે, જો તેઓ રાષ્ટ્રગીત નહીં ગાવ અથવા તેહરાન શાસન વિરૂદ્ધ કોઈપણ રાજકીય વિરોધમાં શામેલ થશો તો તેમના પરિવારોને "હિંસા અને યાતના"નો સામનો કરવો પડશે.


ખેલાડીઓ પર ચાંપતી નજર


ત્યાર બાદ ગત શુક્રવારે ખેલાડીઓએ વેલ્સ સામેની તેમની બીજી મેચ પહેલા રાષ્ટ્રગીત ગાયું હતું. આ ઈરાને મેચ 2-0થી જીતી લીધી હતી. સૂત્રોએ કહ્યું હતું કે, IRGCના ડઝનેક જેટલા અધિકારીઓને ઈરાની ખેલાડીઓ પર નજર રાખવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જેમને ટીમની બહાર કોઈની સાથે હળવા-ભળવાની કે વિદેશીઓને મળવાની મંજૂરી નથી આપવામાં આવી. 


કોચ સંરક્ષણ અધિકારીઓને મળ્યા


સૂત્રોના જણાવ્યા પ્રમાણે કતરમાં મોટી સંખ્યામાં ઈરાની સુરક્ષા અધિકારીઓ માહિતી એકત્ર કરી રહ્યા છે અને ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છે. સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે, ઈરાનની રાષ્ટ્રીય ટીમના પોર્ટુગીઝ કોચ કાર્લોસ ક્વિરોઝે ઈરાની ખેલાડીઓ અને તેમના પરિવારોને મળેલી ધમકીઓને પગલે આઈઆરજીસીના અધિકારીઓ સાથે અલગથી મુલાકાત કરી હતી. જો કે, તે કથિત મીટિંગમાં શું થયું તેની સૂત્રોએ કોઈ જણાકારી આપી નથી.


સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ખેલાડીઓને ભેટ અને કાર આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ટીમે રાષ્ટ્રગીત ગાવાનો ઇનકાર કર્યા બાદ ઈરાને તેની ટીમના ખેલાડીઓ અને તેમના પરિવારોને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, વેલ્સ વિરૂદ્ધ અંતિમ મેચમાં પ્રશંસકો વચ્ચે સમર્થન અને સમર્થનની ખોટી ભાવના ઉભી કરવા માટે શાસને સેંકડો અભિનેતા સમર્થકોને મોકલી આપ્યા હતાં.