IND vs IRE: આયરલેન્ડને જીત માટે 214 રનનો લક્ષ્યાંક, રૈના-લોકેશ રાહુલની અડધી સદી
abpasmita.in | 29 Jun 2018 08:20 PM (IST)
ડબ્લિન: ટીમ ઈન્ડિયા અને આયરલેન્ડ વચ્ચેની બે મેચોની ટી-20 સીરીઝની આજે બીજી અને અંતિમ મુકાબલો ડબ્લિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાઈ રહ્યો છે. ભારતે આયરલેન્ડને જીત માટે 214 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી લોકેશ રાહુલે 36 બોલમાં શાનદાર 70 રન બનાવ્યા હતા જ્યારે સુરેશ રૈનાએ 69 રન બનાવ્યા હતા. આ પહેલા આયરલેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બુધવારે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં આયરલેન્ડને 76 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્લેઇન્ગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા છે. લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, ઉમેશ યાદવ અને સિદ્ધાર્થ કોલને આ મેચમાં તક આવી છે. શિખર ધવન, એમએસ ધોની, ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ આજની મેચ નહીં રમે.