ઈરફાન પઠાણે કહ્યું, અમારા કેમ્પને બંધ કરી દેવામાં આવ્યા છે અને ક્રિકેટરોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. કેમ્પ 14 જૂનથી શરૂ થયો હતો અને 14 જુલાઈ સુધી ચાલ્યો હતો. 10 દિવસના બ્રેક બાદ ફરી 25 જુલાઈથી કેમ્પ શરૂ થયો અને શનિવારે આશરે 100 ક્રિકેટરોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા. મેચ 17 ઓગસ્ટ સુધી રમાવાની હતી. જિલ્લાના ક્રિકેટરો માટે સિલેક્શન મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.
34 વર્ષીય પઠાણને ગત વર્ષે જુલાઈમાં જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ટીમનો મેન્ટર-કૉચ નિમવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, સપોર્ટ સ્ટાફને પણ રાજ્ય ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
કેનેડા T20 લીગમાં યુવરાજ સિંહે રમી તોફાની ઈનિંગ, છતાં પણ ટીમને ન જીતાડી શક્યો
આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ, ટીમ ઈન્ડિયા માટે આ છે મુશ્કેલી