નવી દિલ્હીઃ આઈપીએલની 13મી સીઝન માટે ગુરુવારે કોલકાતામાં ખેલાડીઓની હરાજી થઈ જેમાં 62 ખેલાડી ખરીદવામાં આવ્યા પરંતુ ભારતીય ક્રિકેટર યૂસુફ પઠાણને કોઈ ખરીદદા ન મળ્યા. તેના પર ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠામે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઇરફાન પટાણે ટ્વિટર પર લખ્યું, “એક નાની અસફળતા તમારી કારકિર્દીને વ્યાખ્યાયિત ન કરી શકે. તમે એક અસલી મેચ વિજેતા રહ્યા છો. લવ યૂ ઓલવેઝ લાલા.”


જણાવીએ કે, ગુરુવારે થયેલ આઈપીએલ હરાજીમાં યૂસુફે પોતાની બેસ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા રાખી હતી પરંતુ તેને કોઈપણ ટીમે ખરીદ્યો નહીં. 37 વર્ષીય યૂસુફે પોતાની કારકિર્દીમાં 174 આઈપીએલ મેચ રમી છે. યૂસુફ છેલ્લે સનરાઈઝર્સ હૈદ્રાબાદ માટે 2018 અને 2019ની સીઝનમાં રમ્યો હતો, પરંતુ આ વર્ષે હરાજી પહેલા જ ટીમે તેને રિલીઝ કરી દીધો હતો.

યૂસુફે પોતાની આઈપીએલ કારકિર્દીની મોટાભાગનો સમય કોલકાતા નાઈટ રાઈડર્સની સાથે 2011-17ની વચ્ચે વિતાવ્યો છે. એટલું જ નહીં, 2012 અને 2014માં કોલકાતાને ખિતાબ અપાવવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જમોણી ઓલરાઉન્ડર યૂસુફે 142.97ની સ્ટ્રાઈક રેટ સાથે કુલ 2241 રન બનાવ્યા છે. ઉપરાંત તેણે 7.4ની ઇકોનોમીથી 42 વિકેટ લીધી છે.