ગુજરાતી ક્રિકેટરનો ચોંકાવનારો ખુલાસો, મારી પ્રગતિથી ટીમમાં કેટલાકને બળતરા થતી હતી
આજકાલ હાર્દિક પંડ્યાની કપિલ દેવ સાથે થઈ રહેલી સરખામણી પર ઈરફાને કહ્યું કે, મેં જ્યરે પોતાને સ્થાપિત કરી લીધો હતો ત્યારબાદ મને બેટિંગમાં પ્રમોટ કરાયો હતો. હાર્દિકને આ તક અપેક્ષાથી વહેલી મળી ગઈ છે. કોચ અને કેપ્ટન સાથે રહેશે ત્યાં સુધી હાર્દિક સાથે બધું બરાબર રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈરફાનની તુલના અવારનવાર મહાન ઑલરાઉન્ડર કપિલ દેવ સાથે કરવામાં આવતી હતી. જોકે, ઈરફાન આને યોગ્ય માનતો નથી. આ અંગે તેનું કહેવું છે કે, કપિલ દેવ જેવું કોઈ ન બની શકે. મેં હંમેશા કહ્યું છે કે, હું એક બોલર છું અને બેટિંગ પણ કરી શકું છું.
ઈરફાને કેનબરા (ઓસ્ટ્રેલિયા)ની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, ‘મેં એક વખત અચાનક રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. મને ખબર નહોતી પાછળ સ્ટીવ વૉ ઊભો હતો. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો વૉને જોયો. મેં તેની માફી માગી. ત્યારે વોએ કહ્યું કે, તું મેદાન પર મને બહું મુશ્કેલીમાં મૂકી ચૂક્યો છે. અહીં તો મુસીબતમાં મૂકવાનું છોડી દે…અને તે હસી પડ્યો.
ઈરફાને જણાવ્યું કે, ‘નેટ પર સચિન અને વીવીએસ લક્ષ્મણ મારી બોલિંગના ખૂબ વખાણ કરતા હતા. સચિને તો મને કહ્યું હતું તેણે મારા જેવો સ્વિંગ બોલર જોયો નથી. લક્ષ્મણ કહેતો હતો કે, નેટ પર મને ફેસ કરવાનો મતલબ ઘૂંટણ બચાવવા.’
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના ખુદને ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કરનાર ઇરફાન પઠાણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, તેની પ્રગતિથી ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીને બળતરા થતી હતી. તેણે કહ્યું, જ્યારે મને નંબર ત્રણ પર બેટિંગ માટે ઉતારવા લાગ્યા તો એક પ્લેયરે રાડો પાડતા કહ્યું હતું...આને શા માટે...મને મોકલો. તે ખેલાડીએ મને એમ પણ કહ્યું હતું કે, તું આટલો બદસૂરત છે છતાં તારું આટલું ધ્યાન કેમ રાખવામાં આવે છે?’
- - - - - - - - - Advertisement - - - - - - - - -