પઠાણે કહ્યું હતું કે, મોટા ભાગના ખેલાડી ભારતીય ટીમની સાથે પોતાની કારકિર્દી 27-28માં શરૂ કરે છે, પરંતુ તેમણે આ ઉંમરમાં પોતાની અંતિમ મેચ રમી હતી. પઠાણ ત્યારે 27 વર્ષના હતા જ્યારે 2012માં પોતાની અંતિમ ઇન્ટરનેશન મેચ રમી હતી. એવો પણ સમય હતો જ્યારે ડાબોડી આ ફાસ્ટ બોલરે તમામ ત્રણેય ફોર્મેટમાં રમવાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા.
પઠાણે કહ્યું કે, ‘આ પ્રકારની તમામ વાતો… લોકોનું ગ્રેગ ચેપલ અંગે વાત કરવું, આ બધી બાબતો મુદ્દાથી ભટકાવવા માત્ર હતી. એ પ્રકારની વાતો પણ સામે આવી કે, ઈરફાન રુચિ નથી દાખવી રહ્યો, તેમણે એક આભામંડળ રચી દીધું હતું કે, ઈરફાનની સ્વિંગ પર પહેલા જેવી પકડ નથી રહી, પણ લોકોને એ સમજવાની જરૂર છે કે, આખી મેચમાં તમને એવી સ્વિંગ નહીં મળે, જેવી પ્રથમ 10 ઓવર્સમાં મળે છે. હું હજુ પણ બોલને સ્વિંગ કરાવવામાં સક્ષમ છું.’
ઘણા પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે, પઠાણ લાંબા સમય સુધી રમી શકે તેમ હતો પણ ઈજાને કારણે પણ તે પોતાની અસલ કાબેલિયતનું ખુલીને પ્રદર્શન ન કરી શક્યો. IPL 2008 બાદ પઠાણના તમામ ત્રણેય ફોર્મેટમાં રમવાની ઈચ્છા પર સવાલ ઉઠાવવામાં આવ્યા, પણ પઠાણે કહ્યું કે, એવી કોઈ વાત નહોતી.
તેણે કહ્યું કે, ‘હા, હું હંમેશા ત્રણેય ફોર્મેટમાં રમવા માગતો હતો. હું 2009-10માં પીઠદર્દથી પરેશાન હતો. મારે ઘણા પ્રકારના સ્કેન કરાવવા પડ્યા જે તમારા શરીર માટે યોગ્ય નથી હોતા પણ મેં આવું એટલા માટે કર્યું કારણ કે, ખબર પડી શકે કે, મારા પીઠદર્દનું અસલ કારણ શું છે,’