ઇરફાન પઠાણે પત્ની સાથેની સેલ્ફી શેર કરી, ફેસબુક પર બન્યો ટ્રોલનો શિકાર
તો બીજા અન્ય વ્યક્તિએ લખ્યું કે, નખપોલિશ ઇસ્લામમાં હરામ છે. જોકે, ઇરફાન પઠાણને અનેક લોકોએ સમર્થન આપ્યું હતું. અનેક સમર્થકોએ આ તસવીરની ખૂબ પ્રશંસા કરી હતી અને ટીમ ઇન્ડિયામાં ઇરફાનની વાપસીની પ્રાર્થના કરી હતી.
પરંતુ ઇરફાનને આ તસવીરને લઇને ટ્રોલનો શિકારનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, તેણે આ તસવીર સાથે લખ્યું હતું કે, કુછ તો લોગ કહેગેં, લોગોં કા કામ હૈ કહના. ઇરફાનની આ સુંદર તસવીર પર ધર્મના ઠેકેદારાઓ લખ્યું કે, મારા મોટા ભાઇ, તે ખૂબ સમજદાર છો અને હોંશિયાર છો. તમારી પત્નીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી જોઇતી નહોતી. તમારી પાસેથી કોઇને પણ આવી આશા નહોતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા ફેસબુક અને ટ્વિટર પર પત્નીની સાથે એક સેલ્ફી પોસ્ટ કરી હતી. ઇરફાન પઠાણે પોતાની ગાડીમાં બેઠા બેઠા સેલ્ફી ક્લિક કરી હતી જેમાં તેમની પત્ની હિઝાબમાં છે પરંતુ તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો છે.