ધોનીના આધાર કાર્ડની વિગતો સરકારે કરી સાર્વજનિક, રવિશંકર પર ભડકી પત્ની સાક્ષી
તેના જવાબમાં રવિશંકરે લખ્યુ, આ કોઇ સાર્વજનિક સંપત્તિ નથી પરંતુ શું આ ટ્વિટ કોઇની વ્યક્તિગત જાણકારીનો ખુલાસો કરે છે? આ મામલે સાક્ષીએ બીજી ટ્વિટની વાત કરતા લખ્યુ કે તેમાં ધોનીનું ફોર્મ પોસ્ટ કરવામાં આવ્યુ છે. જેના જવાબમાં રવિશંકરે લખ્યુ કે મારી જાણકારીમાં આ વાત લાવવા માટે તમારો આભાર. પ્રાઇવેટ જાણકારી સાર્વજનિક કરવી ખોટી છે અને તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રાલયે ધોનીની એક તસવીર ટ્વિટ કરી હતી જેમાં તે આધાર માટે ફિંગરપ્રિંટ આપતો નજરે પડી રહ્યો છે. આ ક્રમમાં ધોનીનું તે ફોર્મ પણ ટ્વિટ કરવામાં આવ્યુ હતું જેમાં તેની જાણકારી છે. આ મામલે વિરોધ વ્યક્ત કરતા સાક્ષીએ ટ્વિટ કરી રવિશંકર પ્રસાદને સવાલ કર્યો હતો.
જાણકારી અનુસાર મંત્રાલયે પોતાના ટ્વિટર હેન્ડલ પર ધોનીના ફોર્મ સાથે જોડાયેલ જાણકારી ટ્વિટ કરી હતી. જેને જોયા બાદ સાક્ષી ભડકી ગઇ અને સવાલ પૂછ્યો છે કે પ્રાયવેસી નામની કોઇ વસ્તુ છે કે નહી? મામલો ગરમતા રવિશંકર પ્રસાદે કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ છે. બાદમાં ટ્વિટર પરથી ધોની સાથે જોડાયેલી જાણકારી હટાવી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની વ્યક્તિગત જાણકારી લીક થવા પર વિવાદ ઉભો થયો છે. ધોનીના આધાર કાર્ડની જાણકારી સરકારના ટ્વિટર હેન્ડલ પર લીક થઈ ગઈ છે. ધોનીની પત્ની સાક્ષીએ ટેલિકોમ પ્રધાન રવિસંકર પ્રસાદ પર આ અંગે ગુસ્સો ઠાલવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -