સુભાષ ઘઈની મદદથી બોલિવુડમાં આવનારી ઈશા શરવાની અને ઝહિર ખાન વચ્ચે અફેર હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ લિવ-ઈન રિલેશનશીપમાં હતા. પંરુતા આ સંબંધ લગ્ન સુધી પહોંચી ન શક્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંનેની પહેલી મુલાકાત 2005માં થઈ હતી. એ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત આવી હતી. વિદાય સમારોહમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈશાએ ડાન્સ કર્યો હતો.
ઈશા અને ઝહિરને પહેલી નજરનો પ્રેમ નહોતો થયો. ધીમે-ધીમે પ્રેમ કહાણીની શરૂઆત થઈ. મેચ દરમિયાન ઈશાને દર્શકો સાથે બેઠેલી અને ઝહિર માટે ચીયર કરતી જોવા મળતી હતી. ઝહિરના સારા પ્રદર્શન પર ખુશીથી ચીસો પાડતી પણ કેમેરામાં કેદ થઈ ચૂકી છે. જેનાથી અંદાજો લગાવી શકાય છે કે બંને ખૂબ ક્લોઝ હતા.