કોલકાતા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય બોલરોએ ગુલાબી બોલથી તરખાટ મચાવી દીધો હતો. બાંગ્લાદેશને 106 રન પર ઓલ આઉટ કરી દીધું હતું. ઈશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી ઈતિહાસ રચી દીધો છે. આ પિંક બૉલ ટેસ્ટમાં પ્રથમ બોલ, પ્રથમ મેડન ઓવર અને પ્રથમ વિકેટ ઝડપીને પોતાના નામે ખાસ ઉપલબ્ધિ મેળવી છે.


ઈશાંત શર્મા ગુલાબી બોલથી પાંચ વિકેટ લેનારો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે. ઇશાંતે 12 ઓવરમાં ચાર મેડન સાથે 22 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ દસમી તક હતી કે જ્યારે ઈશાંત શર્માએ પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હોય. આ પહેલા પહેલીવાર 2007માં પાકિસ્તાન વિરુદ્ધ બેંગલુરુમાં પાંચ વિકેટ ઝડપી હતી.


ઈશાંતે આ મામલે શ્રીનાથની બરાબરી કરી લીધી છે. કપિલ દેવ સૌથી આગળ છે. તેમણે 23 વખત પાંચ વિકેટ ઝડપી છે. બીજા નંબરે ઝહીર ખાન છે. તેમણે 11 વખત પાંચ વિકેટ ઝડપી હતી.

INDvBAN: ડે-નાઈટ ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ધોની-કિરમાણીના ક્લબમા થયો સામેલ

વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા