આ ચંદેલાનો વિશ્વકપમાં ત્રીજો મેડલ છે. તેણે આ પહેલા 2015માં ચૈંગવોનમાં યોજાયેલા આઈએસએસએફ વિશ્વકપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને 2018ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં તેણે રવિ કુમારની સાથે મળીને મિક્સ્ડ ટીમ ઈવેન્ટ 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેણે અને અંજુમ મોદગિલે 2020 ટોક્ટો ઓલમ્પિક માટે શૂટિંગની ટિકિટ મેળવી હતી. તેમાં ચોથા અને બીજા સ્થાને રહી હતી. છતાં ઈવેન્ટમાં વધુમાં વધુ બે ઓલમ્પિક ટિકિટ હાંસિલ કરી શકાય છે. ભારતે આ ઈવેન્ટમાં પોતાની બંન્ને ટિકિટ હાસિલ કરી લીધી છે. પરંતુ ઓલમ્પિકમાં ભારતની પાસે કોઈ અન્ય શૂટરને મોકલવાની તક હશે.
વાંચો : INDvAUS: આવતીકાલે પ્રથમ T20, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
આ પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં તે ચોથા સ્થાને રહી હતી. તેણે 629.3 પોઈન્ટ મેળવ્યા હતા. સિંગાપુરની હો જી યી (629.5) અને ચીનની જૂ યિંગઝી (630.8) અને જાઓ રૂઝૂ (638.0) પ્રથમ સ્થાને રહી હતી. રૂઝૂએ ક્વોલિફિકેશનમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રાઉન્ડમાંથી કુલ 8 શૂટરો ફાઇનલમાં પહોંચ્યા હતા.