નવી દિલ્હીઃ રમતના મેદાનમાં ઘણીવાર ફેન્સ બધી મર્યાદાઓ તોડી નાંખતા હોય છે. આવી જ એક ઘટના ફૂટબૉલ મેચ દરમિયાન ઇટાલીમાં ઘટી, અહીં લીગ સીરી એની મેચ દરમિયાન ઇટાલીના સાન પાઉલો સ્ટેડિયમમાં એક ફેન્સે મહિલા એન્કરને ટીશર્ટ ઉતારવાનું કહી દીધુ હતુ.

મેદાનમાં નેપોલી અને બ્રેશિયા વચ્ચે ફૂટબૉલ મેચ રમાઇ રહી હતી, આને કવર કરવા આવેલી ઇટાલિયન મહિલા સ્પોર્ટ્સ એન્કર ડૉયલ્ટા લેઓટા આવી હતી. અહીં ફૂટબૉલ ફેન્સે બધી હદો પાર કરીને એન્કર ડૉયલ્ટા લેઓટા તેની ટીશર્ટ ઉતારવાનું કહી દીધુ હતુ.



આના જવાબમાં મહિલા સ્પોર્ટ્સ એન્કર ડૉયલ્ટા લેઓટાએ ફેન્સ સામે જોયુ અને હસી, પછી પોતાનો થમ્બ ડાઉન કરીને ટીશર્ટ ઉતારવાની ના પાડી દીધી હતી. ડૉયલ્ટા લેઓટાનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.