INDvsNZ: જસપ્રીત બુમરાહે T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2020 05:39 PM (IST)
ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રીત બુમરાહે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
નવી દિલ્હી: ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રીત બુમરાહે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર દુનિયાનો પ્રથમ બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે 7મી વાર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ મેડન ઓવર (એક પણ રન આપ્યા વિના) નાંખી. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકન ટીમના ફાસ્ટ બૉલર નુવાન કુલાસેકરાના નામે નોંધાયેલો હતો, તેને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 ઓવર મેડન નાંખી હતી. વળી, આ મામલે ત્રીજા નંબર પર ભારતીય બૉલર હરભજન સિંહની સાથે 5 અન્ય દેશોના બૉલરો પણ સામેલ છે, જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં પોતાની કેરિયરમાં 5-5 ઓવર મેડન નાંખી છે.