નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહ હાલમાં ટીમ ન્ડિયાના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાંથી એક છે. બુમરાહ પોતાની ફાસ્ટ બોલિંગની સાથે સાથે શાનદાર યોર્કરથી વિરોધી બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરવા માટે જાણીતા છે. જો તેને યોર્કરના કિંગ કહેવામાં આવ્યો તો ખોટું નથી. જોકે ઓછો લોકને ખબર છે કે આખરે બુમરાહ આટલા શાનદાર યોર્કર નાંખવાનું ક્યાંથી શીખ્યા છે? જોકે હવે બુમરાહે જ ખુદ આ મામલે ખુલાસો કર્યો છે. બુમરાહનું કહેવું છે કે, તે આટલા પરફેક્ટ યોર્કર નાંખવાનું ટેનિસ બોલથી ક્રિકેટ રમતા સમયે શીખ્યા છે.



ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું બાળપણમાં ટેનિસ બોલથી રમતો હતો. આ બોલથી તમે એક પ્રકારનો જ બોલ ફેંકી શકો છો. તેમાં લેંથ તો તમારા હિસાબથી હોય છે પરંતુ બાઉન્સર નથી નાંખી શકાતો. તે સમયે હું શોખથી રમતો હતો પરંતુ જ્યારે પ્રોફેશનલી રમવા લાગ્યો ત્યારે આ વાતનો અનુભવ થયો. બોલ પર કંટ્રોલ રાખવા તમારે ખૂબ મહેનત કરવી પડે છે. બોલિંગને સૌથી વધારે મજબૂત કડી યોર્કર પર મેં ખૂબ મહેનત કરી અને તેમાં નિપૂણતા મેળવી.



નોંધનીય છે કે, બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે અને ટી20 સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. જોકે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 24 ફેબ્રુઆરીના રોજ શરૂ થનાર ટી20 અને વનડે સીરીઝમાં તેની વાપસી થઈ શકે છે.