ઇંગ્લેન્ડ સામેની ટી-20 મેચમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી, ભારતને મોટો ફટકો
નાના ફોર્મેટમાં બુમરાહનું પ્રદર્શન અને ફોર્મ જોતા ટીમ ઇન્ડિયા માટે આ મોટો ફટકો કહી શકાય છે. જોકે, સુત્રોનું કહેવું છે કે, 'સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં પણ તેની રમત સારી હતી અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ફિટ થઇ જશે.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત ઇંગ્લેન્ડમાં ત્રણ ટી-20, વનડે અને 5 ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. ટીમ મેનેજમેન્ટ આ સીરીઝને વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે જોઇ રહ્યું છે, જે આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાવવાનો છે.
બુમરાહના બદલે મુંબઇની ફાસ્ટ બૉલર શાર્દૂલ ઠાકર કે રાજસ્થાનના દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બન્ને આ વર્ષે આઇપીએલવી વિજેતા ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સના ખેલાડી હતા અને પછી ઇન્ડિયા એ ટીમની સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે છે. જોકે, બુમરાહ 1લી ઓગસ્ટે શરૂ થનારી ટેસ્ટ સીરીઝ પહેલા ફીટ થઇ જશે.
બુમરાહની સાથે ઓફ સ્પિનર વૉશિંગટન સુંદર પણ ઇજાના કારણે ટીમમાંથી બહાર થયો છે. બુમરાહને આયરલેન્ડ સામેની ટી-20 સીરીઝ પહેલા જ ફૂટબૉલ રમતી વખતે આંગળી પર ઇજા થઇ હતી.
નવી દિલ્હીઃ આગામી 3 જૂલાઇ મંગળવારથી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ટી-20 મેચોથી રમતની શરૂઆત કરવાની છે, આ પહેલા ભારત માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ આંગળીની ઇજાના કારણે ટી-20 અને વનડે મેચ નહીં રમી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -