ક્રિકેટ બોર્ડે આ ગુજરાતી ક્રિકેટરનો પગાર 1 કરોડથી વધારીને 7 કરોડ કરી દીધો, બીજા કોના પગાર વધ્યા, કોના ઘટ્યા, જાણો વિગત
બીસીસીઆઇની આ જાહેરાતમાં સૌથી વધુ ફાયદો ગુજરાતના ખેલાડી જસપ્રીત બુમરાહને થયો છે. ગયા કરાર અનુસાર, જસપ્રીત બુમરાહને વાર્ષિક એક કરોડ રૂપિયા મળતા હતા જેમાં વધારો કરી સાત કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રેડ-બી કેટેગરીમાં લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, ચહલ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, અને દિનેશ કાર્તિકનો સમાવેશ કરાયો છે જેમને વાર્ષિક ત્રણ કરોડ રૂપિયાની સેલેરી આપવામાં આવશે. ગ્રેડ-સી કેટેગરીમાં કેદાર જાધવ, મનીષ પાંડે, અક્ષર પટેલ, કરુણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ અને જયંત યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને વાર્ષિક એક કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવશે.
ગ્રેડ- A+ કેટેગરીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને વાર્ષિક સાત કરોડ રૂપિયા સેલેરી મળશે. ગ્રેડ-એ કેટેગરીમાં આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, પૂજારા, રહાણે, ધોની અને સહાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા સેલેરી મળશે.
આ કરાર અનુસાર, ગ્રેડ-એમાં સામેલ ખેલાડીઓને પાંચ કરોડ, ગ્રેડ- Bમાં 3 કરોડ અને ગ્રેડ-Cમાં એક કરોડ વાર્ષિક સેલેરી આપવામાં આવશે. આશ્વર્યની વાત એ છે કે વર્ષ 2014માં ટેસ્ટમાંથી નિવૃતિ જાહેર કરી ચૂકેલા ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ગ્રેડ-એમાં રાખવામાં આવ્યો છે જેમાં તેને વાર્ષિક પાંચ કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવશે. પત્ની સાથે વિવાદમાં ફસાયેલા મોહમ્મદ શમીને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવાયો છે. શમીની વાઇફ હસીન જહાંએ તેના પર લગ્નેતર સંબંધો રાખવાનો અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે નવા વાર્ષિક કરારની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટરોની સેલેરીના માળખામાં ફેરફાર કરતા ઓક્ટોબર 2017થી સપ્ટેમ્બર 2018 સુધી ગ્રેડ- A+માં સામેલ પાંચ ખેલાડીઓને સાત કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -