ઇશાંત શર્માએ 42 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જેમાં તેણે અંતિમ ત્રણ ઓવરોમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઇશાંત શર્માએ ટેસ્ટમાં નવમી વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ઇશાંત શર્માએ કહ્યું કે, વરસાદ થયો હતો. બોલથી કાંઇ થઇ રહ્યું નહોતું. એટલા અમને લાગ્યું કે અમે ક્રોસ સીમથી બોલિંગ કરી શકીએ છીએ. પિચમાં બાઉન્સ હતો. વાસ્તવમાં બુમરાહે મને કહ્યું કે, આપણે ક્રોસ સીમ નાખવાનો પ્રયાસ કરી શકીએ છીએ કારણ કે બોલથી કાંઇ વધુ થઇ રહ્યુ નથી.
ઇશાંતે કહ્યું કે અમારો પ્રયાસ હતો કે જો તમે હરિફ ટીમને જલદી આઉટ કરી દે છો તો તમારી ટીમ માટે સારુ રહેશે. અમે આ માટે પ્રયાસ કર્યો છે અને તેમાં અમે ઘણા અંશે સફળ પણ રહ્યા છીએ.