મહિલા T20 મેચમાં આ બોલરે એક જ ઓવરમાં બંને હાથે કરી બોલિંગ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2017 05:44 PM (IST)
1
બિગ બેશ વિમેન લીગના આ મુકાબલામાં એડિલેડની ટીમે 7 વિકેટે 119 રન બનાવ્યા, જે બાદ બ્રિસબેન હીટ વિમેન ટીમે 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ પાર પાડી દીધો હતો. બ્રિસબેનની ટીમે માત્ર 16.2 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી
2
જેમાએ પહેલા જમણા હાથે બોલિંગ કરી અને બાદમાં ડાબા હાથે બોલિંગ કરી હતી. એડિલેડ સ્ટ્રાઇકર્સ વિમેન ટીમ અને બ્રિસબેન હિટ વિમેન ટીમ વચ્ચે રમાયેલી મેચમાં જેમાએ આ કમાલ કરી હતી.
3
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી વિમેન બિગ બેશ ટી20 મેચમાં એક બોલરે એક જ ઓવરમાં બંને હાથથી બોલિંગ કરી હતી. જેમા બાસર્બી નામની આ બોલર બ્રિસબેન હીટ વિમેન ટીમ વતી રમતી વખતે આ પરાક્રમ કર્યું હતું. તેણે એડિલેડમાં રમાયેલી મેચમાં 4 ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી.
4
જેમા બાસર્બી નામની મહિલા બોલરે બંને હાથે કરેલી બોલિંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.