જિમી નિશામે કરેલું ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેણે લખ્યું કે ‘બાળકો સ્પોર્ટને ક્યારેય પસંદ ન કરતાં. બેકિંગ કરી લો અથવા બીજું કંઈક. ખુશી-ખુશીથી 60 વર્ષની ઉંમરે જ આ દુનિયા છોડી દેજો, પરંતુ સ્પોર્ટને ક્યારેય પસંદ ન કરતા’.
એક બાજુ હારથી નિરાશ જિમી નિશામની આવી પ્રતિક્રિયા આવી છે તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર કિવી કેપ્ટન કેન વિલિયમ્સનના વખાણ થઈ રહ્યા છે. વર્લ્ડકપ હાથમાંથી ગયો હોવા છતાં તે હસતો અને શાંત જોવા મળ્યો જેને લઈને તેણે સોશિયલ મીડિયા યૂઝર્સના દિલ જીતી લીધા હતા.
ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં જઈને વર્લ્ડ કપ ગુમાવી દીધો. ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં 16 રન જોઈતા હતા અને બેટિંગ કરવા માટે જિમી નિશાન આવ્યો હતો. તેની સાથે માર્ટિન ગપ્ટિલ પણ મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ ટીમ 15 રન બનાવી શકી અને બાઉન્ડ્રીના આધારે ઈંગ્લેન્ડની ટીમ જીતી.