નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ક્રિકેટ વર્લ્ડકપ 2019નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. 44 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ જીતવામાં સફળ રહી છે. પરંતુ ઇંગ્લેન્ડની આ જીત છતાં ફેન્સ ન્યૂઝીલેન્ડની હાર માનવા તૈયાર નથી. ટાઈ પર ખત્મ થયેલ આ મેચમાં ઇંગ્લેન્ડને વધારે બાઉન્ડ્રીને કારણે વિજેતા જાહેર કરવામાં આવી છે. જેની ક્રિકેટ ફેન્સ ખૂબ ટીકા કરી રહ્યા છે.



મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 241 રન બનાવ્યા. આ ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ પણ 50 ઓવરમાં 241 રન બનાવ્યા અને મેચ ટાઈ ગઈ.

મેચ ટાઈ જવાની સ્થિતિમાં ક્રિકેટ મેચનો નિર્ણય સુપરઓવર દ્વારા કરવામાં આવે છે. સુપરઓવરમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતી 15 રન બનાવ્યા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે પણ એક ઓવરમાં 15 રન બનાવ્યા. આ રીતે સુપરઓવર પણ ટાઈ થઈ.



સુપરઓવર ટાઈન થવાની સ્થિતિમાં આઈસીસીના નિયમો અનુસાર મેચનું પરિણામ સુપીરિયર બાઉન્ડ્રી કાઉન્ટ (મેચમાં વધારે બાઉન્ડ્રી)ના આધારે કરવામાં આવ્યો. જેમાં ઇંગ્લેન્ડ બાજી મારી ગયું. કારણ કે ઇંગ્લેન્ડે મેચમાં 24 બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે માત્ર 16 બાઉન્ડ્રી જ ફટકારી હતી.