ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે બીજી એશિઝ ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. મેચના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 267 રનની જરૂર હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. આ દરમિયાન માર્નસ લાબુશને અડધી સદી ફટકારીને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની વિકેટ પડ્યા બાદ ફરી એકવાર ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.


કેપ્ટન ટિમ પેન ટ્રેવિસ હેડનીનો સાથ આપવા ક્રીઝ પર આવ્યો હતો અને બંને વચ્ચે એક સારી પાર્ટનરશીપ બને તેવું લાગી રહ્યું હતું પરંતુ જોફ્રા આર્ચરની બોલિંગમાં જે ડેનલીએ કુદકો મારી અદભુત સ્ટાઈલમાં કેચ પકડીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ટિમ પેનના રૂપમાં ઓસ્ટ્રેલિયાને 149 રને છઠ્ઠો આંચકો લાગ્યો હતો.

આર્ચરના બોલ પર ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન લોંગ શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે બિનજવાબદાર શોટ રમી બેઠો હતો. ત્યારે જો ડેનલીએ પોતાની ડાબી બાજુ ડાય લગાવીને હવામાં એક હાથે કેચ પકડી પાડ્યો હતો. તેના આ કેચ પર એક વાર તો ઈંગ્લેન્ડની ટીમને વિશ્વાસ નહોતો થયો.


જોકે, ઓસ્ટ્રેલિયા કેપ્ટન પેવેલિયન પરત ફરતાં હેડ પેટ કમિન્સ મળીને મેચ ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહ્યા હતાં. ટિમ પેન ચાર રન જ કરી શક્યો. જોફ્રા આર્ચરએ બીજી ઇનિંગમાં 32 રન આપીને ત્રણ વિકેટ અને જેક લીઝે 37 રન આપીને ત્રણ વિકેટ લીધી.