કરાંચીઃ વર્લ્ડકપ માટે પાકિસ્તાનની 15 સભ્યોની સ્ક્વૉર્ડમાંથી હટાવવાને લઇને પાકિસ્તાનના ડાબા હાથના ફાસ્ટ બૉલર ઝુનેદ ખાન ગિન્નાયો છે. ઝુનેદ ખાને પસંદગીકારોના નિર્ણયને આડેહાથે લીધો છે. ટીમમાંથી પોતાનુ પત્તુ કપાતા ગિન્નાયેલા ઝુનેદ ખાને સોશ્લય મીડિયા વિચિત્ર રીતે વિરોધ દર્શાવ્યો છે, તેને એક તસવીરોમાં પોતાના મોં પર કાળી ટેપ
લગાવી છે.


ખરેખર, મુખ્ય પંસદગીકાર ઇન્ઝમામ-ઉલ-હકે સોમવારે અંતિમ 15 સભ્યોવાળી ટીમની જાહેરાત કરી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ખેલાડીઓના હાલના પ્રદર્શનને જોતા ત્રણ ફેરફારો કરવામાં આવ્યા. ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝને 15 સભ્યોની પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.



18 એપ્રિલે જાહેરત થયેલી 15 સભ્યોની પ્રારંભિક ટીમમાં પસંદગીકારોએ આબિદ અલી અને ઝુનેદ ખાનની જગ્યાએ ક્રમશઃ આસિફ અલી અને મોહમ્મદ આમિરને સામેલ કર્યા છે. જ્યારે વહાબ રિયાઝને ફહીમ અશરફની જગ્યાએ બોલાવવામાં આવ્યો છે. આ વાતને લઇને ઝુનેદ ખાન સિલેક્ટર્સ પર ઝુનેદ ખાન ગુસ્સે ભરાયો હતો અને પોતાના મોં પર
કાળી પટ્ટી બાંધેલી તસવીર શેર કરીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે, આ તસવીર વાયરલ થયા બાદ ઝુનેદે તેને હટાવી લીધી હતી.


નોંધનીય છે કે, ઝુનેદ ખાને પાકિસ્તાન તરફથી 79 વનડેમાં 110 વિકેટ ઝડવી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઝુનેદ ખાને માત્ર બે વનડે રમવાનો મોકો મળ્યો જેમાં તેને માત્ર 2 જ વિકેટ ઝડપી હતી.