નવી દિલ્હીઃ આઇપીએલની સિઝન 12ની 11મી મેચમાં એક મોટો રેકોર્ડ નોંધાયો, સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને જૉની બેયરસ્ટૉએ ધમાકેદાર શરૂઆત કરતાં પાર્ટનરશિપનો મોટો રેકોર્ડ બનાવી દીધો હતો. આ બન્ને ખેલાડી આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ કરનારા બેટ્સમેન બની ગયા હતી.
વોર્નર અને બેયરસ્ટૉની વચ્ચે બેંગ્લૉર સામેની મેચમાં પહેલી વિકેટ માટે 185 રનની ભાગીદારી નોંધાવી. આ આઇપીએલની ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટનરશિપ બની હતી. અગાઉ આ રેકોર્ડ કેકેઆર તરફથી રમતા ગૌતમ ગંભીર અને ક્રિસ ગેઇલના નામે હતો, તેમને વર્ષ 2017માં પહેલી વિકેટ માટે 184 રનોની પાર્ટનરશિપ કરી હતી.
આ ઉપરાંત વોર્નર અને બેયરસ્ટૉ આઇપીએલમાં પહેલા એવા ઓપનર બની ગયા છે, જેમને ત્રણ મેચોમાં સતત ત્રણ વાર પહેલી વિકેટ માટે 100 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરી છે.