વર્લ્ડકપ ટીમમાં પોતાને સ્થાન મળતા જોશ હેઝલવુડે કહ્યું કે, મેં ટીવી પર વર્લ્ડકપની મેચો જોવું બંધ કરી દીધુ છે, હું ટીવી નથી જોતો.
ઉલ્લેખનીય છે કે, હેઝલવુડને વર્લ્ડકપમાંથી બહાર એટલા માટે કરવામાં આવ્યો છે કે તે પીઠના દુઃખાવાને લઇને જાન્યુઆરીથી ટીમની બહાર રહ્યો છે. સિલેક્શન કમિટીએ જોશને વર્લ્ડકપની જગ્યાએ ઓગસ્ટમાં ઇંગ્લેન્ડમાં રમાનારી એશેઝ સીરીઝ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે.
27 વર્ષીય આ ફાસ્ટ બૉલર હાલમાં ઓસ્ટ્રેલિયા એ ટીમની સાથે બ્રિસ્બેનમાં કેમ્પમાં છે. તેની સાથે પીટર હેન્સ્કૉમ્બ, ટ્રેવિસ હેડ અને માર્ક્સ હેરિસ પણ આ કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે. આ બધા શુક્રવારે ઇંગ્લેન્ડ રવાના થવાના છે.