પોતાની પત્ની લલિતાની આત્મહત્યા મામલે સફાઈ આપતા રોહિતે કહ્યું કે તેણે ક્યારેય લલિતાને દહેજ માટે ધમકાવી નથી તેના પર લગાવેલા તમામ આરોપો ખોટા છે. રોહિતની પત્નીએ આત્મહત્યા કરતા પહેલા લખેલા સંદેશમાં રોહિત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. લલિતાએ આત્મહત્યા કરતા પહેલા રેર્કોડ કરેલી ઓડિયો ક્લિપએ સમગ્ર દેશને હચમચાવી દિધો હતો.રેર્કોડિંગની સાથે સુસાઈડ નોટ પણ લખી હતી, જેના આધાર પર પોલીસે રોહિત અને તેના પરિવાર પર ફરિયાદ દાખલ કરી હતી. લલિતાએ આત્મહત્યાના પહેલા બનાવવામાં આવેલા ઓડિયો ક્લિપમાં તેના પતિ રોહિત અને તેના માતા-પિતા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પત્નીની આત્મહત્યા બાદ રોહિત ગાયબ હતો પરંતુ હવે સામે આવ્યો છે અને પોતાને નિર્દોષ ગણાવી રહ્યો છે. રહોહિતે ફેસબુક પર પણ પોતાની સફાઈ આપતી પોસ્ટ મુકી હતી. 16 માર્ચના બંનેના ધામધૂમપૂર્વક લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને ખૂબ જ ખુશ હતા, લગભગ ચાર વર્ષની મિત્રતા અને પ્રેમ બાદ બંનેએ લગ્ન કર્યા હતા.
લલિતા આત્મહત્યા કેસ: કબડ્ડી પ્લેયર રોહિતની ધરપકડ, સસરાનું સરેંડર
abpasmita.in | 21 Oct 2016 04:44 PM (IST)