કબડ્ડી વર્લ્ડકપ 2016: દક્ષિણ કોરિયાએ જીતી સતત ત્રીજી મેચ, થાઈલેંડનો કેન્યા સામે વિજય
abpasmita.in | 14 Oct 2016 09:08 AM (IST)

અમદાવાદ: દક્ષિણ કોરિયાએ શાનદાર પ્રદર્શન જારી રાખીને કબડ્ડી વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ભારે રસાકસી બાદ 35-32ના સ્કોરથી હરાવ્યું હતું. કોરિયાના વિજયમાં જાંગ કુન લીએ સૌથી વધુ 15 પોઇન્ટ હાંસલ કર્યા હતા જેમાં 12 રેઇડ પોઇન્ટ સામેલ થાય છે. કોરિયાએ સાથે સતત ત્રણ મેચ જીતીને વિજયની હેટ્રિક નોંધાવી હતી. બાંગ્લાદેશે એક સમયે 12-2ની સરસાઇ મેળવી હતી પરંતુ કોરિયાએ વળતો પ્રહાર કરીને હાફ ટાઇમે સ્કોરને 15-15થી સરભર કરી દીધો હતો. કેન્યા પોઇન્ટ સાથે ગ્રૂપમાં ચોથા ક્રમે છે. સુકાની ખોમસાન થોંગખામે પ્રેરણાદાયી પ્રદર્શન કરીને સર્વાધિક 14 પોઇન્ટ હાંસલ કર્યા હતા. થાઇલેન્ડે કેન્યાના જોખમી ખેલાડી ડેવિડ મોસામ્બાયીને ટાર્ગેટ બનાવ્યો હતો અને કેન્યન ખેલાડીને 24 મિનિટ કરતાં પણ વધારે સમય સુધી બેન્ચ પર બેસવાની ફરજ પડી હતી. ઇરાન સામે કરેલા પ્રદર્શનનું કેન્યાની ટીમ પુનરાવર્તન કરી શકી નહોતી. ડેવિડ મેચમાં માત્ર બે પોઇન્ટ સાથે નિરાશાજનક પ્રદર્શન કરી શક્યો હતો.