આફ્રિકાનો રબાડા બન્યો ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બૉલર, એકપણ મેચ રમ્યા વિના અશ્વિનને થયો આ મોટો ફાયદો
નવી દિલ્લી: દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલર રબાડા ભલે પોતાની ભૂલના કારણે બે ટેસ્ટ મેચ પર પ્રતિબંધ લાગ્યો હોય, પરંતુ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં રબાડાને પ્રથમ સ્થાન મળ્યું છે. મંગળવારે આઈસીસીની રેન્કિગમાં કેગિસો રબાડાએ ઈંગ્લેડના જેમ્સ એડરસનને પછાડી નંબર વન બોલર બની ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરબાડા આઈસીસી રેકિંગમાં 900 પોઇન્ટસથી આગળ પહોંચનારો 23મો બોલર બની ગયા છે અને સાઉથ આફ્રિકાનો ચોથો ખેલાડી છે. આ અગાઉ વર્નોન ફિલેન્ડર(912 પોઇન્ટ્સ - વર્ષ 2013), શોન પોલાર્ક (909- વર્ષ 1999) અને ડેલ સ્ટેન (909- વર્ષ 2014)એ900 પોઇન્ટ્સનો આંકડો પાર કર્યો છે.
22 વર્ષના રબાડાએ 902 પોઇન્ટ પ્રાપ્ત કરી બોલોરોની યાદીમાં ટોપ પર છે. આ રેકિંગમાં ભારતના રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાન પર છે અને સ્પિનર રવિચન્દ્રન અશ્વિન બે ક્ર્માકથી ઉપર આવતા ચોથા ક્રમાંક પર પહોંચી ગયો છે.
જ્યારે બેટ્સમેનની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને યથાવત છે, અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. ચેતેશ્વર પુજારા છઠ્ઠા સ્થાન પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -