રબાડાએ 146 kphની સ્પીડ સાથે ફેંક્યો ઘાતક યોર્કર ને તુટી ગયુ બેટ્સમેનનુ બેટ, જુઓ વીડિયો
abpasmita.in | 06 Jun 2019 12:19 PM (IST)
સાઉથ આફ્રિકન ફાસ્ટ બૉલરે 146 kphની સ્પીડે શિખર ધવનને યોર્કર માર્યો, આ યોર્કર એટલો ઘાતક હતો કે શિખર ધવનનું બેટ જ તુટી ગયુ હતુ
નવી દિલ્હીઃ ગઇકાલે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ભારતે આફ્રિકાને 6 વિકેટ હરાવીને વિજયી શરૂઆત કરી. મેચમાં પ્રથમ બેટિંગ કરતાં આફ્રિકાએ 227 રનનો ટાર્ગેટ આપ્યો, જેવા જવાબમાં મેદાને ઉતરેલી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શિખર ધવન સાથે એક ખાસ ઘટના બની. સાઉથ આફ્રિકન ફાસ્ટ બૉલરે 146 kphની સ્પીડે શિખર ધવનને યોર્કર માર્યો, આ યોર્કર એટલો ઘાતક હતો કે શિખર ધવનનું બેટ જ તુટી ગયુ હતુ, આ ઘટનાનો વીડિયો અહીં બતાવવામાં આવ્યો છે.