ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમનો સ્કોર એક તબક્કે 39.3 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 158 રન હતો. અહીંયાથી ભારતને હરિફ ટીમને 200ની અંદર ઓલઆઉટ કરવાની તક હતી. પરંતુ આફ્રિકાના પૂંછડિયા બેટ્સમેનોએ ભારતીય બોલર્સને જરા પણ મચક ન આપી અને ટીમને 50 ઓવરના અંતે 227 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
ફુલકવાયોએ 34, મોરિસે 42 અને રબાડાએ 31 રન બનાવ્યા હતા. છેલ્લી બે વિકેટે 10 ઓવરમાં 67 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સ ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરને આઉટ કરી શકે છે પરંતુ લોઅર ઓર્ડર બેટ્સમેનોને આઉટ કરી શકતા નથી. ટીમ ઈન્ડિયાના બોલર્સની નબળાઈ પ્રથમ મેચમાં જ સામે આવી હતી. જો ભારતે વર્લ્ડકપમાં ટોપ-4માં પહોંચવું હશે તો આગામી મેચોમાં નીચલા ક્રમના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરવા માટે ખાસ રણનીતિ બનાવવી પડશે.
વર્લ્ડકપ 2019: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, હવે માત્ર બે ખેલાડી જ છે આગળ, જાણો વિગત
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ગેહલોત સ્વીકારે હારની જવાબદારી, સચિન પાયલટ બને CM
INDvSA: ધોનીના ગ્લવસ પર જોવા મળ્યું અનોખું નિશાન, કોઈ અન્ય ક્રિકેટરની નથી આ તાકાત, જાણો વિગત
વર્લ્ડકપ 2019: સાઉથ આફ્રિકા સામે રોહિત શર્મા સહિત આ ખેલાડી રહ્યા જીતના હીરો, જાણો વિગત
આવતી કાલથી કેરળમાં મેઘરાજાનું થશે આગમન, જુઓ વીડિયો