મુંબઇઃ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી આઇપીએલ ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર-આરસીબી સિઝનમાં ફ્લૉપ રહી, સતત પાંચ મેચોમાં મળેલી હારના કારણે વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ મામલે બૉલીવુડના એક્ટર કમાલ ખાને કેપ્ટન કોહલી પર એક ટ્વીટ કરીને મજાકનું વાતાવરણ ઉભુ કરી દીધુ, આ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યુ છે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઇને એક્ટર કમાલ ખાને ટ્વીટ કર્યુ, લખ્યુ, "વિરાટ કોહલી આઇસીસી વર્લ્ડકપમાં મહાન કેપ્ટન સાબિત થશે. તેઓ તેટલા જ મહાન થશે જેટલા આરસીબી માટે છેલ્લા 10 સુધી રમતા થયા."


કમાલ ખાનના આ ટ્વીટ પર ફેન્સ રિટ્વીટ કરી રહ્યાં છે, કોહલીની કેપ્ટનશીપ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. લોકો તેના પર કટાક્ષ કરી રહ્યાં છે.