સચિન તેંડુલકરના કહેવાથી ફરીથી મેદાન પર કમબેક કરી રહ્યો છે તેનો આ મિત્ર...
કાંબલીએ કહ્યું કે, કોચિંગના લેનારા સ્ટુડન્ટ્સને તે આચરેકર સર પાસેથી શિખેલા સિદ્ધાંત અને મૂલ્યો શીખવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાબોડી બેટ્સમેન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના બાન્દ્રા કુર્લા પરિસરમાં એક ક્રિકેટ કોચિંગ એકેડમીના લૉન્ચ કાર્યક્રમમાં ઉપસ્થિત હતો. અહીં તે કોચિંગ સેશન આયોજિત કરશે. સતત બે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારા દેશના પ્રથમ બેટ્સમેન કાંબલીએ કહ્યું કે, સચિન જાણે છે કે, મને ક્રિકેટ પ્રત્યે કેટલો લગાવ છે એટલે જ તેમણે મને કોચિંગ શરૂ કરવાનું કહ્યું. તેણે જે રસ્તો દેખાડ્યો છે તેના પર ચાલવાનો હું પ્રયત્ન કરીશ.
કાંબલીએ કહ્યું કે, કિકેટના મેદાન પર તે ખેલાડી નહીં પણ કોચ બનીને કમબેક કરી રહ્યો છે, જેનો શ્રેય સચિનને જાય છે. તેણે કહ્યું કે, મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે મેં કોમેન્ટેટર અથવા ટીવી પર ક્રિકેટ એક્સપર્ટ બનવાનું વિચાર્યું હતું પણ ક્રિકેટના મેદાન પ્રત્યેનો મારો પ્રેમ જળવાઈ રહ્યો એટલે મેદાન પર પાછો આવી રહ્યો છું.
મુંબઈઃ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીએ કહ્યું કે, તેણે કોચ બનવાનો નિર્ણય મિત્ર અને ટીમના સાથી રહેલ સચિન તેંડુલકરની સલાહ પર કર્યો છે. તેંડુલકર અને કાંબલી દિગ્ગજ ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના શિષ્ય છે. પોતાની મિત્રતાને કારણે જાણીતા આ બન્ને ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -