તલવારબાજી બાદ હવે કબડ્ડી રમતી નજરે પડશે આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત
ફિલ્મ ‘ પંગા’ આગામી વર્ષે રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મમાં કબડ્ડી ખેલાડીની ભૂમિકા ભજવી રહેલી કંગનાએ કહ્યું, ‘ જ્યારે અશ્વિનીએ પંગાની કહાની મને સંભળાવી ત્યારે ખૂબ પસંદ પડી. મારો પરિવાર હંમેશાથી મારી તાકાત કહ્યો છે અને હંમેશા મારા સારા-ખરાબ દિવસોમાં સાથે રહ્યો છે. તેથી આ ફિલ્મની કહાનીને ખુદ સાથે સાંકળી રહી છું.’
અશ્વિનીએ ફિલ્મ અંગે જણાવ્યું કે, ‘આધુનિક ભારતીય પરિવારના પરસ્પરના સંબંધોની કહાની પર કામ કરવા ઈચ્છું છું. ફોક્સ સ્ટાર સ્ટુડિયો પણ આવી કહાનીઓ રજૂ કરે છે અને હું તેમની સાથે કામ કરીને ખુશ છું.’
મુંબઈઃફિલ્મ નિર્માતા અશ્વિની ઐય્યર તિવારી તેની આગામી ફિલ્મ ‘ પંગા’માં કંગના રનૌત, નીના ગુપ્તા અને જસ્સી ગિલ જેવા એક્ટર સાથે કામ કરવા જઈ રહી છે. ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’ના બેનર હેઠળ બનવા જઈ રહેલી ફિલ્મની કહાની એક એવા પરિવારની આસપાસ ફર છે જે એક સાથે હસે છે, રડે છે, સપના જે છે અને તેને પૂરા કરવા એક સાથે ઉભા રહી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -