નવી દિલ્હીઃ ભારતીય ટૂમના પૂર્વ કેપ્ટમ ધોની બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટનો હિસ્સો હવે નથી.જુલાઈ 2019 બાદથી આંતરરાષ્ટ્રિય ક્રિકેટ છોડનાર, એમએશ ધોની ઘરેલુ ક્રિકેટ પણ નથી રમી રહ્યા. આઈસીસી વર્લ્ડ કપ 2019માં સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ એમએસ ધોની લાંબા સમયથી બ્રેક પર છે. એવામાં તેના ભવિષ્ય પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને કહેવાય છે કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.


આ મુદ્દે ભારતીય ક્રિકેટ ટીના પૂર્વ મહાન કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, હવે ધોની માટે વાપસી કરવી મુશ્કેલ છે, કારણ કે લાંબા સમયથી તે ક્રિકેટ નથી રમી રહ્યા. ત્યાં સુધી કે સીલેક્ટર્સ માટે તેને પસંદ કરવા એટલું સરળ નહીં રહે, ભલે તે ઉપલ્ધ હોય. 1983 વર્લ્ડ કપ વિનિંગ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહેલ કપિલ દેવે એબીપી સાથે વાત કરતાં ધોનીના કમબેક પર નિવેદન આપ્યું છે.



કપિલ દેવે કહ્યું કે, ‘જો તમે લાંબા સમય સુધી ક્રિકેટ રમો છો તો મને નથી લાગતું કે તમે ક્યાંયથી વાપસી કરી શકો છો, પરંતુ તેની પાસે આઈપીએલ છે, ત્યાં તેનું ફોર્મ મહત્ત્વપૂર્ણ રહશે. પસંદગીકાર જોશે કે દેશ માટે શું સૌથી સારું હશે. ધોનીએ દેશ માટે ઘણુંબધું કર્યું છે, પરંતુ હવે તમે 6-7 મહિનાથી નથી રમી રહ્યા ત્યારે બધાના દિમાગમાં એક શંકા હોય છે. તેની જ બધા ચર્ચા કરતા હોય છે, જોકે તે ન થવું જોઈએ.’



આઈપીએલની આગામી સીઝન અનેક ભારતીય ખેલાડીઓનું ભવિષ્ય નક્કી કરવાનું છે, કારણ કે આ ટૂર્નામેન્ટ દ્વારા ભારત ટી20 વર્લ્ડ કપની ટીમ અને એશિયા કપ 2020ની ટીમની પસંદગી કરશે. આ આઈપીએલના ફોર્મતી ધોનીના ભવિષ્યનો પણ નિર્ણય થઈ શકે છે. ત્યાં સુધી કે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું કે, જો ધોની આઈપીએલમાં સારું પ્રદર્શન કરે છે તો તેની વાપસી થઈ શકે છે.