મિયાંદાદને લાગ્યાં મરચાઃ દિનેશ કાર્તિકની છેલ્લા બૉલની સિક્સરને કેમ ગણાવી પોતાના કરતાં ઉતરતી? જાણો વિગત
જાવેદ મિયાદાદે વધુમાં કહ્યું કે, મારા પછી કેટલાયે બેટ્સમેનો વિજયી છગ્ગો ફટકારી ચૂક્યા છે તેમાં દિનેશ કાર્તિકે કંઇ મોટી ધાડ નથી મારી તેમ તેનો સૂર હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિયાદાદની વાત સાચી હોય તો પણ તેણે આવી નકારાત્મક અને વિવેકહીન કોમેન્ટ ના કરવી જોઈએ તેવું ભારતીય ચાહકો અનુભવી રહ્યા છે.
મિયાદાદે કહ્યું કે, જ્યારે મેં છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો ત્યારે આવા પરાક્રમ વિશે કોઇ વિચારી જ નહતું શકતું. ૫૦ ઓવરની મેચમાં ભારત સામેના મુકાબલામાં આ રીતે વિનિંગ છગ્ગો ફટકાર્યો હતો તેને જ ક્રિકેટ વિશ્વ યાદ કરે છે. મિયાદાદે કહ્યું કે તેનો છગ્ગો જોઇને પછીથી આ રીતે ક્રિકેટરોમાં શૌર્ય વ્યક્ત કરતા અભિગમ કેળવાયો.
હવે તો ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને દરેક દેશોમાં લીગ રમાય છે. તેથી આવી પરિસ્થિતિ અનેક વાર સર્જાતી હોઇ બેટ્સમેન કે બોલર એ હદે દબાણ નથી અનુભવતા. બેટ્સમેન સ્ટ્રોક પ્લેની આવી આક્રમકતાની તક મેળવે જ છે તેથી માનસિક રીતે પણ પોઝિટિવ હોય છે.
કાર્તિકની વિજયી સિક્સરની પ્રસંશા આખી દુનિયા અને ક્રિકેટ જગત કરી રહ્યું છે, જોકે પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદને આ વાત પચતી નથી. મિયાદાદે કાર્તિકને અભિનંદન આપવાની જગ્યાએ તેની પ્રતિભાને ઝાંખપ લાગે તેનુ નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હીઃ નિદહાસ ટ્રૉફીની ફાઇનલ ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટ્રૉફી કબજે કરી, આ મેચમાં 8 બૉલમાં 29 રન ફટકારીને હીરો બનેલા કાર્તિકની છેલ્લા બૉલ પર મારેલી સિક્સ ચર્ચાનો વિષય બની છે. હવે આ સિક્સરથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદને મરચા લાગ્યા છે. મિયાદાદે કહ્યું કે કાર્તિકે મારેલી સિક્સર મારાથી ઉતરતી છે. ઉલ્લેખનીય છે કે, જાવેદ મિયાદાદે પણ છેલ્લા બૉલે સિક્સર મારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -