ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને રમૂજી અંદાજમાં વિશ્વ કપમાં વરસાદ પડ્યો હોવાને કારણે મેચો જે રીતે ધોવાઈ રહી છે તેની ભડાશ કાઢી રહ્યાં છે.
મહત્વની વાત એ છે કે, ભારતીય ક્રિકેટર કેદાર જાધવનો પણ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેદાર જાધવ વરસાદને ઈંગ્લેન્ડથી મહારાષ્ટ્ર તરફ શિફ્ટ થવાનું કહી રહ્યો છે.
એક યૂઝરે ટ્વિટર પર લખ્યું હતું કે, જો આઈસીસીએ ધોનીનાં ગ્લવ્સ પર જેટલું ધ્યાન આપ્યું તેના કરતાં વર્લ્ડ કપ 2019નાં પ્લાનિંગ પર આપ્યું હોત તો આ રીતે મેચો ના ધોવાઈ રહી હોત.
એક યૂઝરે ભારત અને ઈંગ્લેન્ડનાં મેદાનની તસવીર શેર કરી હતી. જેમાં ભારતમાં વરસાદ પડે ત્યારે મેદાનની કેટલી ચોક્કસાઈથી કવર કરવામાં આવે છે તે અને ઈંગ્લેન્ડમાં કેવી રીતે કવર કરવામાં આવે છે તે દર્શાવ્યું છે.