ભારતીય ક્રિકેટમાં છવાઈ ગયેલો કેદાર જાદવ અચાનક ક્યાં થઈ ગયો છે ગાયબ? જાણો મહત્વની વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમણેરી બેટ્સમેનને અત્યાર ઇંગ્લેન્ડના પ્રવાસે ના જવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયા માટે 40 વનડે રમી ચૂકેલી જાધવે કહ્યું 'ત્રણ મહિનાનો સમય કઠીન હતો, પણ મારુ માનવું છે કે મે ફિટનેસની મહત્વ સમજ્યું છે. ઇજા રમતનો ભાગ છે આપણે કંઇજ નથી કરી શકતાં. મને મારા શરીર વિશે જાણવા મળ્યુ છે.'
જાધવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'રિહેબીલિટેશન સારુ રહ્યું, આગામી બે-ત્રણ અઠવાડિયામાં હું પુરેપુરો ફિટ થઇ જઇશ અને રમવાનું શરૂ કરી દઇશ. મને બેટિંગ કરવાની પરવાનગી મળી ચૂકી છે. જોકે વરસાદના કારણે હું બેટિંગ પ્રેક્ટિશ નથી કરી શક્યો. બે અઠવાડિયામાં રમવાનુ શરૂ કરીશ. હું આશા કરતા વધુ ઝડપથી રિકવર કરી રહ્યો છું એટલે માટે હું ખુશ છું.'
જ્યારે વારંવાર એક જ જગ્યાએ ઇજા થાય તો નિયમિત સૉલ્યૂસન લાવવું પડે છે. ભારતમાં ફિઝીયો અને ડૉક્ટર્સે નિર્ણય કર્યો કે સર્જરીથી મને લાંબા સમય સુધી રમવાનો વિકલ્પ મળશે.
33 વર્ષીય મહારાષ્ટ્રના ક્રિકેટરે જણાવ્યું કે, ત્રીજીવાર તેને તે જ જગ્યાએ ઇજા પહોંચી છે, જેના કારણે આ ઇજા ખુબ ગંભીર છે. તેને કહ્યું કે, 'ત્રીજીવાર તે જ જગ્યાએ ઇજા થઇ. સૌથી પહેલા ડિસેમ્બરમાં ધર્મશાળામાં શ્રીલંકા વિરુદ્ધ ઇજા થઇ, પછી ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ અને પછી આઇપીએલમાં ઇજાગ્રસ્ત થયો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઇન્ડર કેદાર જાધવે શુક્રવારે કહ્યું કે, તે આગામી બે-ત્રણ અઠવાડિયામાં રમવાનું શરૂ કરી દેશે. જાધવને આઇપીએલ દરમિયાન હેમસ્ટ્રીંગમાં ઇજા થઇ હતી. ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતાં જાધવને આ વર્ષે આઇપીએલની ઓપનિંગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ઇજા થઇ હતી, ત્યારબાદ તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -