ગુ. યુનિવર્સિટીની મહિલા પ્રોફેસર સામે M.philની વિદ્યાર્થીનીએ નોંધાવી ફરિયાદ, પાસ કરવા માટે 50 હજારની માંગ કરી હોવાનો આરોપ
એમ.ફિલનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીને લેખિતમાં ફરિયાદ કરી છે કે આ મહિલા પ્રોફેસર તેની પાસે બળજબરીપૂર્વકે તેમના ઘરના કામ કરાવવા માટે ફરજ પાડતા. વિદ્યાર્થીનીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે આ અધ્યાપિકા તેની પાસે ઘરમાં પોતા, વાસણ અને કચરો અને રસોઇ જેવા કામ કરાવતા, આટલુ જ નહિ પરંતુ તેના એમ.ફીલના અભ્યાસ પૂર્ણ કરવા માટે 50 હજાર રૂપિયાની પણ માંગણી કરી હતી. વિદ્યાર્થીનીએ કરેલ ફરિયાદના આધારે હવે ગુજરાતા યુનિવર્સિટી દ્વારા સમિતીની રચના કરવામાં આવી છે, જે આ ઘટના અંગે વધુ તપાસ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવન અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ લાગી રહ્યુ છે. સમાજવિદ્યા ભવનની મહિલા પ્રોફેસરનો વિદ્યાર્થીની સાથે ગેરવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ઇતિહાસ વિભાગના અધ્યાપિકા વિજયા યાદવ સામે વિદ્યાર્થીનીએ દાબણ પૂર્વક અંતગ કામ કરાવવા અને પાસ કરવા માટે રૂપિયાની માંગણી કરી હોવોનો આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -