અમેરિકા: લોસ એન્જેલસના સુપર માર્કેટમાં અજાણ્યા બંદૂકધારીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, અનેક લોકો ઘાયલ
નવી દિલ્હીઃ અમેરિકાના લૉસ એન્જિલિસના સુપર માર્કેટમાં એક બંદૂકધારીના ઘૂસવા અને ફાયરિંગ શરૂ કરવાથી હડકંપ મચી ગયો છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને સંદિગ્ધ બંદૂકધારીને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. ફાયરિંગની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે રેસ્કયું ઓપરેશન હાથ ધર્યું છે.ઘાયલોની મદદ માટે 18થી વધારે ઍમ્બ્યુલન્સ અને 100થી વધારે ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે.
બંદૂકધારી લૉસ એન્જિલીસના ટ્રેડર જૉયના ગ્રૉસરી સ્ટૉરમાં ઘૂસી ગયો હતો. લૉસ એન્જિલીસ પોલીસ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને ટ્રેડર જૉયમાં બંદૂકધારી ઘૂસવાની માહિતી આપી હતી.
અમેરિકાના કેલિફોર્નિયાના શહેર લોસ એન્જેલસના શનિવારે બપોર બાદ જોઈ નામના સુપરમાર્કેટમાં હથિયારધારી શખ્સ ઘુસી આવ્યો હતો. આ શખ્સે સુપરમાર્કેટમાં અંધાધુંધી ફાયરિગ કરી હતી.